You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Youth Favourites > Krossing Girl Vol. 1
લેખક : રવિ વિરપરિયા
Author : Ravi Virparia
451.00
501.00 10% off
2024થી 2028ના વર્ષોમાં આકાર લેતી એક અનોખી ફ્યુચર-ફિક્શન નોવેલ.
''''''''હ્યુમન ઇન્ડેક્સ’ના પેરામીટરમાં પસંદગી થતાં ક્રિષ્નાને રાજકોટની 5D ટેકનોલોજીથી સજ્જ એવી ''''''''ફ્યુચર લેબ'''''''' નામની સ્કૂલમાં એડમિશન મળે છે. રાજકોટમાં તે એક રહસ્યમય વ્યક્તિ સાગરના ઘર ''''''''જીવતાં સ્વર્ગ''''''''માં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનું નક્કી કરે છે. સ્કૂલમાં તેની દોસ્તી રાહુલ સાથે થાય છે. તેને બેન્ચ પાટર્નર તરીકે ''''''''ફ્રીડમ ફ્રેન્ડ'''''''' એવી મીરા મળે છે. પછી શરૂ થાય છે. એજ્યુકેશન, રિલેશન અને લાઈફ લેશનના ફીલિંગ વેવ્સ પર સવારી કરી રિયાલિટીના કેઓસમાં ગોથા ખાતાં ક્રિષ્નાની ''''''''ક્રિએટિવ હાર્ટિસ્ટ'''''''' બનવાની જર્ની.
વાઈના મેમ, હરિદાસ બાપુ, Rj નંદિની, કાકા, ઈશીતા, ગબ્બર ડોન, હેપ્પી, અભિમન્યુ મોદી, ગીતા અને હાલ્ફ હ્યુમન રોબોટ દેવી જેવા પાત્રો વચ્ચે રચાતી આ જર્ની ફ્રીડમ બોક્સના રોક કોન્સર્ટ, રોબો વોર, કાકાની કિટલીની મુલાકાતો, ગ્રાન્ડ FMના ફેસ્ટિવલ, સૌરાષ્ટ્રના મેળાઓ, ગિરનું જંગલ, દરિયાના બીચ પરનું નાઈટઆઉટ, ''''''''ચકલી ચોરો''''''''ની એડવેન્ચર ટ્રીપ થી લઈને ગોલ્ડન રિંગની બાઇક રેસ સુધીની સફર કરાવે છે.
''''''''Krossing ગર્લ'''''''' એ સેન્ડવીચ જનરેશનના ઈમોશન્સ, રિલેશન અને એજ્યુકેશન વચ્ચે બેલેન્સ રાખવા મથતાં યુવાનીના હોર્મોન્સની દિલધડક રોલરકોસ્ટર રાઈડ છે. ઇફ યુ એન્જોય ઇટ, વિલ નેવર ફરગેટ ઇટ.
''''Krossing ગર્લ''''ની જર્ની કુલ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. નવલકથાના આ પ્રથમ ભાગની વાર્તા કુલ 520 પેજમાં ફેલાયેલી છે. બીજો ભાગ અંદાજે 12 જાન્યુઆરી, 2022 (યુવાદિન) અને ત્રીજો ભાગ અંદાજે 28 ફેબ્રુઆરી, 2022 (વિજ્ઞાન દિન)ના રોજ રીલિઝ થશે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-