You are here: Home > Teacher, Student & Education > Anviksha
લેખક : જિજ્ઞા પટેલ
Author : Jigna Patel
399.00
અંતરિયાળ ગામડાંઓનાં ખેડૂતોના બાળકોને શિક્ષણ આપતા એક સંનિષ્ઠ શિક્ષિકાએ કરેલાં આ બાળકોના સૂક્ષ્મ નિરીક્ષણો અને એમની સાથેના અનુભવોની હૃદયસ્પર્શી વાતો અને આ બાળકો અને એમના શાળાજીવનની સુંદર રંગીન તસ્વીરોનો દસ્તાવેજ.
બાળકોના નિર્દોષ મનોજગતમાં ડોકિયું કરાવતા આ પુસ્તકના પાનાં ફેરવતા જ, માત્ર બાળકોનું ભણતર જ નહિ પણ ખરા અર્થમાં એમના જીવનઘડતર અને કેળવણીના આ અનુપમ પ્રવાસના સાક્ષી બનવાનું સદ્દભાગ્ય વાચકને પ્રાપ્ત થાય છે. દરેક પાને બાળકોની આ ‘ખરી કેળવણી’ની રંગીન તસ્વીરો સાથેનું આ પુસ્તકપુષ્પ ઉચ્ચકક્ષાના આર્ટપેપર પર મુદ્રિત થયું છે.
બાળશિક્ષણને લગતા ગુજરાતી પુસ્તકોમાં આ પુસ્તક એક વિશિષ્ટ, અદકેરું સ્થાન પામે છે. જય વસાવડા, રામ મોરી, ડૉ. નિમિત્ત ઓઝા જેવા ખ્યાતનામ સર્જકોએ આ પુસ્તકને શગમોતીડે વધાવ્યું છે. આપણી આવતીકાલ એવાં આ ભૂલકાંઓની સંવેદનાઓ અને ભાવવિશ્વના સાગરમાંથી આવાં સુંદર મોતીઓ વીણીને સમાજને આપવા માટે લેખિકા અભિનંદનના હકદાર છે.
In Gujarat on orders over 299/-