You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Svechchha
તેલુગુ ભાષાની પ્રથમ નારીવાદી નવલકથા એટલે ‘સ્વેચ્છા’. આ એક એવી નારીની કથા છે જે સ્વતંત્રતાની શોધમાં છે, પોતાના અસ્તિત્વની ઓળખ માટે મથે છે અને અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે કંઇક કરવા આતુર છે. આ પુસ્તક વિવાદોમાં પણ આવ્યું હતું. ‘ચપલા’ સામયિકમાં આ કથા હપ્તાવાર પ્રગટ થતી હતી ત્યારે સ્થાનિક રાજકીય પક્ષો, ધાર્મિક સંસ્થાઓ અને કેટલાક સાહિત્યકારોએ એનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પોતાની ઓળખ માટે ઘર, પતિ, સંતાનોનો ત્યાગ કરતી નારીની આ કથા કુટુંબસંસ્થા માટે ઘાતક સિદ્ધ થશે એવા આક્ષેપો પણ થયેલા. આત્મ-ઓળખ માટે પુરુષ ગૃહત્યાગ કરે તો એ સંત ગણાય પણ સ્ત્રીનો ગૃહત્યાગ અનૈતિક ગણાય! કથાની નાયિકા અરુણા નવો ચીલો ચાતરતી હોવાથી તે સંકુચિત સમાજને પસંદ નહોતી પડી પણ સામાન્ય માણસને એટલી સ્પર્શી ગયેલી કે બે વર્ષમાં જ એની એક લાખ નકલો ખપી ગઈ હતી. આ કથા અને એના લેખિકા પી. લલિતાકુમારી ''વોલ્ગા''ને વિવિધ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.
In Gujarat on orders over 299/-