You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Pratibhav
આપણા મહાન પ્રાચીન હિંદુ ધર્મગ્રંથોમાંની અનેક વાતો એવી છે કે જે આપણી સમક્ષ જુદા જ સ્વરૂપે રજૂ થાય છે અથવા આપણા મનમાં એ અંગેના ખ્યાલો જુદા જ હોય છે. અનેક લોકવાયકાઓ, હકીકતદોષો, કહેવાતી વાતો, માન્યતાઓને સત્ય માનીને અધકચરું જ્ઞાન આપણે મેળવીએ છીએ અને ધર્મ અને સંસ્કૃતિ અંગેના આ અજ્ઞાનની પરંપરા પેઢી દર પેઢી આગળ વધતી જાય છે. ગ્રંથોમાં કહેવાયેલી આવી અનેક વાતોને સાચી રીતે, તર્કબદ્ધ રીતે સમજવા માટે આ પુસ્તક ઉપયોગી છે. રામાયણ, મહાભારત, વેદો, ભગવદ્દ ગીતા, સાંખ્યપરંપરા અને તત્વવિચાર, વિષ્ણુની અવતાર કથાઓ, યોગાચારમાંની આવી અનેક વાતોની સાચી અને તાર્કિક સમજણ પ્રસ્તુત પુસ્તકમાં છે. લેખક સંસ્કૃતના વિદ્વાન છે અને આ સંશોધન પાછળ એમની જહેમત દેખાઈ આવે છે.
In Gujarat on orders over 299/-