You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Arjun Uvach
લેખક : જ્વલંત છાયા
Author : Jwalant Chhaya
135.00
150.00 10% off
‘ચિત્રલેખા’મા હપ્તાવાર પ્રસિદ્ધ થયેલી લોકપ્રિય શ્રેણી પુસ્તકરૂપે.
‘અર્જુન ઉવાચ’ ગુજરાતી ભાષામાં એક અલગ જ ભાત પડતું પુસ્તક છે. આપણા પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરીએ, એમાં આવતા પૌરાણિક પાત્રોને આત્મસાત કરીએ તો સમજાય છે આ પાત્રો આપણા વર્તમાન જીવનમાં પણ કોઈ ને કોઈ રીતે માર્ગદર્શન આપે છે. આ પુસ્તકમાં અર્જુનના માધ્યમથી સામાન્ય વ્યક્તિને મનને, જીવનને સમજવાનો પ્રયાસ થયો છે. આપણે જીવનના જે તે તબક્કે જેવી સમસ્યાઓનો સામનો કરીએ છીએ તે અર્જુને પણ કર્યો હતો. ડિપ્રેશન, ગિલ્ટ, ફોબિયા આજના સમયના શબ્દો છે જેનો અનુભવ અર્જુને પણ કર્યો હતો. અર્જુનના જીવનને આજના સંદર્ભમાં મૂકીને આપણા પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન આ પુસ્તક દ્વારા કરવામાં આવ્યો છે. સમજૂતી માટે પુસ્તકમાં જે તે ધર્મગ્રંથોના સંસ્કૃત શ્લોકો ટાંકવામાં આવ્યા છે અને સમજાવવામાં આવ્યા છે. અર્જુનના જીવનના અન્ય મહત્વના પાત્રો સાથેના સંવાદો પણ વર્ણવવામાં આવ્યા છે.
In Gujarat on orders over 299/-