You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Bravery & Adventure > Dariyani Dikari
લેખક : હસમુખ અબોટી 'ચંદન'
Author : Hasmukh Aboti 'Chandan'
225.00
250.00 10% off
ભારતનો સૌથી વિશાળ દરિયાકિનારો હોવાનું સદ્દભાગ્ય ગુજરાતને સાંપડ્યું છે. ગુજરાતીઓ પ્રાચીનકાળથી દરિયો ખેડતા આવ્યા છે અને એનો એક જુદો જ, ભવ્ય એવો ઈતિહાસ છે. પણ, ગુજરાતી સાહિત્યમાં સાગરકથાઓ કે સાગરલક્ષી સાહિત્યનુ સર્જન બહુ જ મર્યાદિત થયું છે. સુકાની, ગુણવંતરાય આચાર્ય, વનુ પાંધી જેવાં આંગળીને વેઢે ગણી શકાય એટલાં સર્જકોએ આ વિષય પરનાં પુસ્તકો આપણને આપ્યાં છે. આ યાદીમાં છેલ્લું નામ ઉમેરાયું છે કચ્છના વતની હસમુખ અબોટી ‘ચંદન’નું. વહાણો અને વહાણવટું, સાગરખેડુઓના જીવન અને સત્યઘટનાઓ પર એમના ચાર પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યા છે.
એમની આ દરિયાઈ નવલકથા સત્યઘટના આધારિત છે. બીજું વિશ્વયુદ્ધ ચાલતું એ સમયની આ વાત છે. ક્ષય, મરકી, શીતળા જેવાં મહારોગ અસ્તિત્વમાં હતા. નેવિગેશનના આધુનિક સાધનો એ વખતે નહોતા. માલમોનો વારસાગત અનુભવ અને જ્ઞાન જ સાગર ખેડવામાં કામે આવતા. એવા વખતે કોઈ સ્ત્રી દરિયો ખેડે એની કલ્પના થઇ શકે?
આવું બન્યું હતું અને અત્યાર સુધીના ઇતિહાસમાં ભાગ્યે જ એની નોંધ લેવાઈ હશે. હા, એ કબી હતી. દુનિયાની પહેલી સ્ત્રી નાખુદા. કબી કચ્છના માંડવીની એક ખારવણ હતી જે સામાન્ય શિક્ષિકા તરીકે નોકરી કરતી. એ સંજોગોવશાત પોતાના ઘરનું વહાણ લઈને દરિયો ખેડે છે એની આ સંઘર્ષ અને રોમાંચથી ભરેલી આ નવલકથા છે. કબીનો આ સંઘર્ષ એ દરિયામાં રહી ત્યાં સુધી રહ્યો. છેલ્લા શ્વાસ સુધી રહ્યો.
In Gujarat on orders over 299/-