You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Tvamev Bharta
લેખક : દેવાંગી ભટ્ટ
Author : Devangi Bhatt
203.00
225.00 10% off
દેવાંગી ભટ્ટ એટલે ગુજરાતના અત્યંત આશાસ્પદ અને મેધાવી સર્જકોમાં આગળ પડતું નામ. એવોર્ડ-વિનિંગ નવલકથા ‘વાસાંસિ જીર્ણાનિ’થી શરુ કરીને તદ્દન નિરાળા અને વિશિષ્ટ વિષયો ધરાવતી નવલકથાઓ એમણે આપી છે. કોઈએ સ્પર્શ્યા ન હોય એવા ભિન્ન વિષયો પરની કૃતિઓ આપવામાં એમણે મહારથ હાંસલ કરી છે. ‘ત્વમેવ ભર્તા’ પણ એવો જ નિરાળો વિષય ધરાવતી નારીકેન્દ્રી નવલકથા છે.
******
મહાકાવ્ય ''રઘુવંશમ''ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે ... "त्वमेव भर्ता न च विप्रयोग:॥" (અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો).
પણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું . કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે. આ કથા એક અવળચંડી સ્ત્રી લીલાની છે. આ કથા નઘરોળ અને અણઘડ નાયિકાના હુંકારની છે. એ સ્ત્રી કોઈ સિદ્ધાંત, સંસ્કાર કે વાદ જાણતી નથી. આ નાયિકા કહે છે "કોઈકે તો ભુંડા થવું પડે ને મલકમાં ? તો એ ભૂંડી હું છું ....હું છું .... હું છું". કથાનો અંત પણ આંચકો આપે એવો છે.
‘ત્વમેવ ભર્તા’ માતા સીતાના વિધાનથી શરુ કરીને અસ્તિત્વવાદની વાત લાગી શકે, એ સભ્યતાના હાડપિંજરની વાત પણ લાગી શકે પણ વાસ્તવમાં એ લીલા નામની માથાભારે સ્ત્રીની કથા છે, જે નથી સારાં-નરસાંનો ભેદ જાણતી કે નથી કોઈ બંધનો એને નડતાં.
In Gujarat on orders over 299/-