You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Thriller, Mystery & Horror Stories > Sherlock Holmes Vol. 1-3 Set
લેખક : આર્થર કોનન ડોઈલ
Author : Arthur Conan Doyle
1392.00
1547.00 10% off
જાસૂસી કથાઓનાં અમર પાત્ર શેરલોક હોમ્સની સંપૂર્ણ સસ્પેન્સ-રહસ્યકથાઓ ગુજરાતીમાં પહેલી જ વાર ત્રણ દળદાર પુસ્તકોનાં સંપુટ સ્વરૂપે ઉપલબ્ધ બની છે. આ સમગ્ર સંપુટમાં શેરલોક હોમ્સની કુલ 48 રહસ્યરંગી વાર્તાઓ અને 3 નવલકથાઓનો સમાવેશ થયો છે.
*****
ભાગ -1માં નીચેની કથાઓ સમાવેશ પામી છે:
~ અ સ્ટડી ઇન સ્કાર્લેટ : 1887માં લખાયેલી આર્થર કોનન ડોઈલની આ પ્રથમ નવલકથા છે. આ જ કથાથી જ શેરલોક હોમ્સના પરાક્રમોની શરૂઆત થઇ હતી. શેરલોક હોમ્સ અને ડૉ. વોટસન આ કથામાં પહેલીવાર એકબીજાના પરિચયમાં આવે છે. શેરલોક હોમ્સની બુદ્ધિમત્તા અને ચાતુર્યથી ડૉ. વોટસન અંજાઈ જાય છે અને વાચકોને પણ એની જાસૂસી ક્ષમતાઓનો પ્રથમવાર પરિચય થાય છે.
~ ધ સાઈન ઓફ ફોર : 1890માં આ નવલકથા લખાઈ હતી. એમાં ભારતના 1857ના બળવાની વાત અને તે સાથે સંકળાયેલા ખજાનાની વાત પણ આવરી લેવાઈ છે.
~ ધ કેસબૂક ઓફ શેરલોક હોમ્સ : આર્થર કોનન ડોઈલે શેરલોક હોમ્સના સાહસોની કુલ 12 વાર્તાઓની શ્રેણી એટલે ‘ધ કેસબુક ઓફ શેરલોક હોમ્સ’. આ ક્લાસિક રહસ્યકથાઓના આધારે બનેલી વેબ સિરીઝ અને ટેલિવિઝન સિરીઝ અત્યંત લોકપ્રિય બની છે.
*****
ભાગ -2માં નીચેની કથાઓ સમાવેશ પામી છે:
~ ધ એડવેન્ચર્સ ઓફ શેરલોક હોમ્સ : શેરલોક હોમ્સની સૌથી વધુ લોકપ્રિય બનેલી 12 કથાઓ એટલે ‘ધ એડવેન્ચર્સ ઓફ શેરલોક હોમ્સ’. વાચકોએ આ શ્રેણીને સૌથી વધુ આવકાર આપ્યો હતો.
~ શેરલોક હોમ્સનાં સંસ્મરણો – Memoirs of Sherlock Holmes : 11 કથાઓની આ શ્રેણીની છેલ્લી રહસ્યકથામાં વાચકોને બહુ મોટો આઘાત લેખકે આપ્યો હતો. છેલ્લી કથામાં શેરલોક હોમ્સનું મૃત્યુ થાય છે અને એ આઘાતથી હતાશ થયેલા વાચકોના હજારો પત્રો લેખકને એ સમયે મળ્યા હતા. છેવટે, લોકલાગણી સામે ઝૂકીને લેખકે ‘The Return of Sherlock Holmes’ નામની કથાશ્રેણીમાં શેરલોક હોમ્સને ફરી સજીવન કરવો પડ્યો હતો.
*****
ભાગ -3માં નીચેની કથાઓ સમાવેશ પામી છે :
~ ધ રીટર્ન ઓફ શેરલોક હોમ્સ : ‘Memoirs of Sherlock Holmes’ શ્રેણીની છેલ્લી કથામાં મૃત્યુ પામેલા શેરલોક હોમ્સને આ શ્રેણીમાં ફરી જીવંત કરવામાં આવે છે. એનાં પુનરાગમનની કથાઓ પણ રહસ્ય-રોમાંચથી ભરપૂર છે. શ્રેણીમાં કુલ 13 કથાઓ છે.
~ ધ હાઉન્ડ ઓફ બાસ્કારવિલે : 1902માં લખાયેલી આ રહસ્યરંગી નવલકથા પરથી કેટલીય ભાષાઓમાં ફિલ્મો, નાટકો અને ધારાવાહિકો બન્યા છે.
In Gujarat on orders over 299/-