You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Chakra
જયવંત દળવી મરાઠી સાહિત્યના સુવિખ્યાત સર્જક છે.આ નવલકથા પરથી ‘ચક્ર’ નામે જ ફિલ્મ 1981માં બની છે. આ નવલકથાને 1964માં મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ અને મહારાષ્ટ્ર રાજ્યનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું.
એક જમાનાના મધ્યમવગીઁય મરાઠી સમાજના જીવનનો સામર્થ્યશીલ શૈલીથી પરિચય કરાવતી આ કથામાં ગલીચ ઝૂંપડપટ્ટીમાં,ગટરની કોરે જીવજંતુંની જેમ સળવળતા માણસોના એક ઢગલા પર પ્રકાશનો એક રેલો નાખવામાં આવ્યો છે. આ માણસોનાં જીવનને કોઈ જ આધાર કે ટેકો નથી. માણસની મૂળભૂત જરૂરિયાતો પૂરી થતાં પહેલાં જ એ આકળવિકળ થઈને વિકૃત થઈ જાય છે. નસીબનાં નિષ્ઠુર અને અટળ ચક્માં, જીવનના સપનાં સાકાર થતાં પહેલાં જ એના ચૂરેચૂરા થઈ જાય છે. સત્વશીલ અને ક્લાસિક એવી આ કૃતિ પ્રથમ વખત ગુજરાતીમાં.
In Gujarat on orders over 299/-