You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Yog Viyog
લેખક : કાજલ ઓઝા વૈદ્ય
Author : Kajal Oza Vaidya
900.00
1000.00 10% off
પરિસ્થિતિ અને સંજોગોના ઊબડખાબડ રસ્તે પસાર થતાં જિંદગી એવા પથ પર લાવી ને મુકી દે છે કે “તમને બધું જ જોઈતું હોય ત્યારે કશું ના મળે અને જ્યારે બધું આવી મળે ત્યારે એ મળ્યાનો રોમાંચ, એ મળ્યાની થ્રિલ કે તૃપ્તિ લગભગ શૂન્ય થઈ જાય...”
જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ!
વસુમા એટલે કે વસુંધરા મહેતા - ગામડા ગામથી પરણીને પહેલી વાર સાસરે મુંબઈ આવે છે. ચોથું બાળક જ્યારે પેટમાં જ હતું ને તેનો પતિ બધું છોડીને જતો રહે છે. ક્યાં? કોઈ જાણતું નથી. 25-25 વર્ષનાં વ્હાણાં વહી જાય છે. બાળકોને ઉછેરીને ઑલમોસ્ટ થાળે પાડીને વસુમા જ્યારે તેના પતિનું શ્રાદ્ધ કરવાનું નક્કી કરે છે ત્યાં જ તમનો પતિ ફરી જીવનમાં દાખલ થાય છે. કુટુંબજીવનની ઘટમાળ, લાગણીઓની ભરમાર, સંબંધોના પકડદાવ અને માનવસ્વભાવના વિરોધાભાસના ચકડોળે ચડેલી અદ્દભુત નવલકથા એટલે યોગવિયોગ.
In Gujarat on orders over 299/-