You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Indravati
લેખક : કેશુભાઈ દેસાઈ
Author : Keshubhai Desai
225.00
250.00 10% off
ગામડાંને હજમ કરી અજગરની જેમ ફેલાઈ રહેલા પાટનગરની કથા.
માનવીની જેમ ભૂમિને પણ નિયતિ હોય ખરી? ‘ઇન્દ્રાવતી’ એવી ભૂમિની જન્મકુંડળી માંડે છે, જેણે પુરાણકાળમાં ઇન્દ્રપુરી જેવો વૈભવ ભોગવ્યા પછી હજારો વર્ષથી ઓળખ ગુમાવી દીધી હતી. એ પછી તો સાબરમતીમાં ઘણાં જળ વહી ગયાં અને આખરે એક દિવસ એ સાવ સૂકીભઠ બની ગઈ. ત્યાં ઓચિંતું એનું કિસ્મત આળસ મરડીને જાગી ઊઠ્યું અને હાંસિયે મુકાઈ ગયેલી એ ભોમકામાં આધુનિક ઇંદ્રપુરી સમી રાજધાની વસી ગઈ. જોકે રાજધાનીમાં ફેરવાયેલા એ ગુમનામ ગામડાની પીડા તો કોઈની નજરમાં જ ન આવી! જમીનમાલિકો મજૂરમાં ફેરવાઈ ગયા, અને ‘જગતનો તાત’ કહેવાતો ખેડૂત ઓશિયાળો થઈ ગયો. પોતાની મા સમાન ધરતીમાં એને બે ઘડી વિસામો લેવાનોય હક ન રહ્યો!
વરિષ્ઠ નવલકથાકાર અને લોકચિંતક કેશુભાઈ દેસાઈની કરુણાર્દ્ર નજર, એ ખેડુ પ્રજાને કોતરોમાં દારૂ ગાળતી જોઈને દ્રવી ઊઠી અને સરજાઈ આ અનોખી ભૂમિકથા. સંવેદનશીલ મહિલા સનદી અધિકારીનું માતૃહૃદય, વસુંધરાનાં એ વહાલાંદવલાંની વહારે ધાતું દર્શાવી લોકનિષ્ઠ સર્જકે, નઠોર રાજકારણીઓ દ્વારા ઠેબે ચડાવાયેલ પ્રાચીન ધરોહર ધરાવતા ગ્રામપ્રદેશના જીર્ણોદ્ધારની શ્રદ્ધાસ્પદ માંડણી કરી છે.
ગુજરાત અને ગુજરાતી ઉપરાંત ગ્રામસ્વરાજના પ્રયાગ સમી આ કથા વણકથી વેદનાનો માર્મિક દસ્તાવેજ છે.
In Gujarat on orders over 299/-