You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Guide ~ Gujarati
ભારતીય સાહિત્યના ઇતિહાસમાં ક્લાસિક ગણાતી, આર. કે. નારાયણની આ નવલકથા ‘ગાઇડ’ 1958માં પ્રકાશિત થઈ હતી અને 1960માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી નો ઍવૉર્ડ પણ મળેલ છે. 2018 સુધીમાં તેની અંગ્રેજીમાં અધધ 102 આવૃત્તિઓ થઈ ચૂકી છે.
‘ગાઇડ’ના નાયક રાજુનું બાળપણ, શિક્ષણ માટે તેનો અણગમો અને છતાં અભ્યાસ પૂરો કરવો, તેનાં માતાપિતાની ખાસિયતો, ગાઇડ તરીકેની કામગીરી સિવાય રાજુના એક નાના વેપારી તરીકેનો અનુભવ, રાજુ અને રોઝીના સંબંધો, રાજુનું રહસ્યમય રીતે સંત થઈ જવું, માનવસ્વભાવનાં લક્ષણોની સૂક્ષ્મ વિગતો - આ બધું જ જાણીને તરોતાજા થવું હોય તો ‘ગાઇડ’ વાંચવી જ રહી. એટલું ચોક્કસ ખાત્રીપૂર્વક કહી શકાય કે ‘ગાઇડ’ના અનુવાદનું છેલ્લું પાનું વાંચીને જ્યારે પુસ્તક બંધ કરશો ત્યારે કંઈક સારું વાંચ્યું હોવાની અનુભૂતિ થયા વિના નહીં રહે.
આ નવલકથા પરથી ફિલ્મ પણ બની ચૂકી છે.
In Gujarat on orders over 299/-