You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Malgudi Days ~ Gujarati
નોંધ : રિલીઝની અંદાજીત તારીખ 25 થી 30 જુલાઈ, 2021. રિલીઝ થયા બાદ પુસ્તકનું શિપિંગ કરવામાં આવશે.
ભારતીય સાહિત્યની એક અત્યંત લોકપ્રિય અને ક્લાસિક કૃતિ એટલે આર.કે. નારાયણની ‘માલગુડી ડેઝ’. આ પુસ્તક એટલું તો લોકપ્રિય બન્યું હતું કે એના પરથી 54 હપ્તાની એક ટીવી સિરીઝ 1986માં દિલ્હી દૂરદર્શન પર પ્રસારિત થઇ હતી અને એ પણ ઘણી લોકપ્રિય બની હતી.
~~~~~~~
‘માલગુડી ડેઝ’માં દક્ષિણ ભારતના એક કાલ્પનિક શહેર ‘માલગુડી’ તથા તેની આસપાસના પ્રદેશના લોકોને કેન્દ્રમાં રાખીને લખાયેલી ત્રેવીસ કથાઓમાં ત્યાંના લોકોની જીવનશૈલી તથા આચાર, વિચાર અને વ્યવહાર એવી રીતે રજૂ થયાં છે કે જેમાં હાસ્ય અને કરુણા એકસાથે મળીને અનોખું જીવનદર્શન કરાવે છે.
જે ખરેખરા અર્થમાં ‘ભારતદર્શન’ બની રહે છે. આ સંગ્રહની તમામ વાર્તાઓનાં વિષયો, પાત્રો સામાન્ય જનજીવનમાંથી લેવાયાં છે અને તે પૂરેપૂરાં
ભારતીય છે. આ શહેર ‘માલગુડી’ ભલે ભારતના નકશામાં સ્થાન પામ્યું નથી, પણ તે વાચકોનાં હૃદયમાં કાયમી ધોરણે સ્થાન પામ્યું છે. નકશામાં ક્યાંય ન હોય અને છતાં સર્વત્ર જોવા મળે તેવાં શહેરની કલ્પના, પાત્રો અને પ્રસંગોની વિશિષ્ટ ઓળખ ઊભી કરવામાં લેખકની સર્જકતા ચમત્કારિક ભૂમિકા ભજવે છે.
In Gujarat on orders over 299/-