You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Shri Krushna Ekavan
લેખક : વિરલ વૈષ્ણવ
Author : Viral Vaishnav
144.00
160.00 10% off
કૃષ્ણની કથાઓ કોઈપણને આકર્ષે તેવી મેઘધનુષી છે. આ પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણનાં જીવનના 51 પાવક પ્રસંગોને અબાલવૃદ્ધ કોઈપણ માણી શકે તે રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે ભગવાન શ્રીકૃષ્ણના જીવનના જાણીતા પ્રસંગોમાં પણ કેટલીક અજાણી માહિતી આપવામાં આવી છે, તો સાથે ભગવાન શ્રીકૃષ્ણનાં જીવનના ઓછા જાણીતા પ્રસંગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રસંગો એ રીતે રજૂ કરવામાં આવ્યા છે કે મોટાભાગની વાર્તાઓ બાળકોને પણ વાંચીને સંભળાવી શકાય. નવી પેઢીને કૃષ્ણ વિશે વાર્તાઓ કહેવી હોય તો આપણી યાદશક્તિમાં જેટલી સચવાયેલી હોય તેટલી જ વાતો કહી શકીએ, જ્યારે આ પુસ્તક બાળકોને કૃષ્ણજીવનનાં પ્રસંગો વર્ણવવા માટે હાથવગું બની રહે તેમ છે. પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણનાં પરાક્રમો અને લીલાઓ છે સાથે ઉપદેશ પણ વાર્તાના ભાગરૂપે જ એકદમ સરળતાથી વણી લેવામાં આવ્યો છે. પુસ્તકને શ્રીકૃષ્ણનાં વિવિધ સ્વરૂપોનાં ચિત્રોથી સજાવવામાં પણ આવ્યું છે.
In Gujarat on orders over 299/-