You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > A Manas
ગુજરાતના અત્યંત આશાસ્પદ, યુવાસર્જક દ્રષ્ટિ સોનીની પ્રથમ લઘુનવલ. એક બોલ્ડ અને નવીન વિષય પરની, નવી જ શૈલીની આ વિશિષ્ટ નવલકથા ટૂંક સમયમાં જ જાણીતી થઇ છે અને એને વાચકો અને સાહિત્યિક વિદ્વાનોની બહોળી પ્રસંશા પ્રાપ્ત થઇ છે.
*****
આ વિશિષ્ટ કથાનું શિર્ષક પણ વિશિષ્ટ છે. ‘અ-માણસ’ શિર્ષક પ્રયોજીને એક નવતર શબ્દ પણ સર્જકે આપ્યો છે. ‘અ-માણસ’ એટલે એવો માણસ કે જેને સમાજ નોર્મલ માણસ નથી ગણતો અને તેને નોર્મલ રીતે ટ્રીટ કરવા તૈયાર નથી હોતો. કથાનો નાયક આવો જ એક ‘અ-માણસ’ છે અને તેના પોતાની જાત અને સમાજ સાથે સતત ઝઝૂમતાં આંતરમનના સંઘર્ષોની આ કથા વાચકને સ્તબ્ધ કરે, વિચારતા કરી મૂકે એવી સશક્ત છે.
દરેક વ્યક્તિએ પોતાનું જીવન અમુક માપદંડોને અનુસરીને જ વિતાવવાનું હોય છે. આ માપદંડો બીજું કશું નથી પણ માણસોની એક વિચિત્ર ટેવ છે, અહમ છે, જે પોષવા માટે એ આવી રમતો રમે છે. જોતજોતામાં એ એક ટૅબૂ બની જાય છે. આ માપદંડો વ્યક્તિગત સ્વતંત્રતા હણી લે છે અને જીવલેણ સંઘર્ષ જન્મે છે. જો એ આ માપદંડને ન અનુસરે તો શું થાય? આ સંઘર્ષ કેવો છે? શું એક વ્યક્તિએ માત્ર એક માણસ બનવા માટે ગુમાવવું પડે છે? આ બધાં પ્રશ્નો, તારણ, જવાબો આપતી કથા એટલે, ''અ- માણસ''. આ લઘુનવલ એક વ્યક્તિની, ખુદના સ્વીકાર માટેની ખોજ છે. આ કથા કોઈ વ્યક્તિ માટેની કથા નથી પણ, આપણા આખા સમાજની માનસિક સ્થિતિની અને એ સ્થિતિમાંથી ઉપજી આવતા સંઘર્ષની કથા છે.
In Gujarat on orders over 299/-