You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Bharatne Kyarey Na Malel Shreshth Vadapradhan Sardar Patel
લેખક : રજનીકાંત પુરાણિક
Author : Rajnikant Puranik
315.00
350.00 10% off
સરદાર પટેલ એટલે દેશને ન મળી શકેલા શ્રેષ્ઠ વડાપ્રધાન. 1946માં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ 80% મત સાથે સરદાર પટેલને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે અને તેથી આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે ચૂંટ્યા હતા. ગાંધીજીની ઈચ્છાને માન આપીને આ હોદ્દાનું એમણે કોઈ વિરોધ કે વસવસો પ્રગટ કર્યા વિના બલિદાન આપ્યું.
સરદાર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો ઇતિહાસ કંઇક જુદો જ હોત. ભલે એ સમયે એ શારીરિક રીતે અસ્વસ્થ હતા અને આઝાદી પછી ત્રણ વરસે એમનો દેહાંત થયો હતો, તેમ છતાં. સરદાર વડાપ્રધાન હોત તો કાશ્મીરની સમસ્યા ન હોત. એ સમસ્યા કે જેના કારણે દેશે લાખો જવાનો અને નિર્દોષ નાગરિકોના જીવનની આહુતિ આપવી પડી છે, લાખો સ્ત્રીઓ વિધવા થઇ છે, લાખો બાળકો અનાથ બન્યાં છે. એ સમસ્યા કે જેને કારણે આતંકવાદ સામે લડવા માટે દેશની આર્થિક કરોડરજ્જુ ભાંગી ગઈ. એ સમસ્યા કે જેના કારણે, અબજો-ખર્વો રૂપિયા પાણીની જેમ વાપરવા પડ્યા, જાન-માલનું ગણી ન શકાય એટલું નુકસાન થયું. વિચારી જુઓ કે કાશ્મીરની સમસ્યાને ઉગતી જ ડામી દેવામાં આવી હોત અને કાશ્મીર ભારતના અન્ય રાજ્યો જેવું જ નોર્મલ હોત તો એને કારણે થયેલા ખર્ચની રકમ દેશના વિકાસ પાછળ વાપરી શકાઈ હોત અને દેશની આર્થિક પરિસ્થિતિ ક્યાંય વધુ બહેતર હોત. હા, સરદારે આ સમસ્યાને જડમૂળમાંથી ખતમ કરી જ હોત.
ભાગલા પછીના ભારતને આપણે જે સ્વરૂપે જોઈએ છીએ તે સરદાર પટેલને આભારી છે. સરદાર ન હોત તો ભારત બીજા અનેક ટુકડાઓમાં એ જ સમયે વહેંચાઈ ગયું હોત. આ લોખંડી મહામાનવે 547 રજવાડાંઓના ભારત સાથે વિલીનીકરણનું ભગીરથ કાર્ય પાર પાડ્યું, જે માત્ર એ જ કરી શક્યા હોત.
ઇતિહાસ ફેંદીને, ઊંડું સંશોધન કરીને લખાયેલા આ પુસ્તકમાં ૨૦૦થી વધુ સંદર્ભોનો સહારો લેવાયો છે. સરદારના આત્મચરિત્ર અંગેની રસપ્રદ વિગતો આવરી લેવાઈ છે. એ સમયના કેટલાંય પ્રસંગો આવરી લેવાયા છે અને સરદારને થયેલા રાજકીય અન્યાયોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ અને ચર્ચાસ્પદ બનેલાં મૂળ અંગ્રેજી પુસ્તક ‘The best PM India never had’ નો આ ગુજરાતી અનુવાદ છે. રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા અનુવાદક જેલમ વોરાનો આ બીજો અનુવાદ છે. કાશ્મીરી પંડિતોની આપવીતી વર્ણવતાં, રાહુલ પંડિતાના અંગ્રેજી પુસ્તક ‘Our Moon Has Blood Clots’ નો અનુવાદ ‘અમારું રક્તરંજીત વતન’ નામે એમણે અગાઉ કર્યો હતો અને એ પુસ્તક પણ ઘણું લોકપ્રિય બન્યું હતું.
In Gujarat on orders over 299/-