You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Shatranj
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું મુઠ્ઠી ઉંચેરું નામ છે. વર્ષો સુધી તેમણે ક્રાઈમ રિપોર્ટીંગનું કામ ખૂબ ચીવટપૂર્વક અને નિષ્ઠાથી કર્યું છે. ઘણી બધી ઘટનાઓનાં બહાર આવતાં સત્ય અને ઢબુરાયેલાં સત્ય અલગ હોય છે તે તેમણે સગી આંખે જોયાં છે.
પોલીસ, ગેંગસ્ટર, ત્રાસવાદી અને સામાન્ય માણસની જિંદગીને બારીકાઈથી ગૂંથતી આ નવલકથા પ્રશાંત દયાળના અનુભવનો નિચોડ છે. આમાં વર્ણવાયેલાં ઍન્કાઉન્ટર્સની ઘટનાઓ, કાવતરાં, શતરંજની ગોઠવણ, અંગત લાભ માટે કંઈ પણ કરવા તૈયાર રહેતા વ્યક્તિઓ, જીવ આપી દેનાર અને જીવ લઈ લેનાર ચહેરાઓ, ગોળીબાર કરવા સદા તત્પર રહેતા હાથ, શતરંજના મહોરાં બની જતાં પ્યાદાંઓ અને શાંત છતાં ખૂંખાર માણસોની એક દુનિયા તમારી આંખ સામે છતી થઈ જશે. તે એટલી સહજતાથી વર્ણવાઈ છે કે જાણે તમારી આસપાસ જ બની રહી હોય ! તેનાં પાત્રો, વાતાવરણ અને વિષયવસ્તુ તમે પ્રત્યક્ષ જોયું હોય તેવી અનુભૂતિ તમને થશે.
કાલ્પનિક જગત કરતાં વાસ્તવિક જગત વધારે ભયાનક હોય છે. આપણે રોજ આવા વાસ્તવિક જગતમાં જીવીએ છીએ. રહસ્ય, રોમાંચ અને થ્રિલરનો સચ્ચાઈવાળો રણકો રજૂ કરતી આ કાલ્પનિક કથા તમારી સામે વાસ્તવિકતાનો ચહેરો છતો કરશે.
In Gujarat on orders over 299/-