You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Elevan Minutes ~ Gujarati
પોલો કોએલોની આ વિશ્વપ્રસિદ્ધ નવલકથાની નાયિકા મારીયા એક રૂપજીવિની છે. મુગ્ધાવસ્થાના પડાવે દરેક કિશોરીનાં સ્વપ્નાં હોય છે તેમ મારીયાના પણ પોતાનાં સ્વપ્નાં હતાં. આવા સ્વપ્ન સાથે ખેલતી-કુદતી કિશોરી અગિયારમાં વર્ષે સ્કુલમાં ચુંબનનો અનુભવ કરે છે. પોતાનાં અનુભવોની નોંધ રોજિંદી ડાયરીમાં ટપકાવતી જાય છે. વર્ષો વીતતાં, મારીયા જીનિવા શહેરમાં આવી અને પોતાના અસ્તિત્વને ટકાવવા માટે તેણે દેહના સોદા કરવા માંડ્યા. પ્રેમ પામવાના રસ્તો તેને જાતીયસંબંધો તરફ ધકેલી ગયો. પ્રેમને બદલે જાતીયસુખ માટે ગ્રાહકો મળતા રહ્યા. શારીરિક ચરમસુખની આસપાસ તેની જિંદગી રંગીન બનતી ગઇ, તેનું પર્સ પણ ભરાતું ગયું. છેવટે મુગ્ધાવસ્થામાં કલ્પેલો રાજકુમાર તેને એક ચિત્રકારના સ્વરૂપે મળ્યો. જે તેને પૈસા આપી તેના દેહને ભોગવવાની ઇચ્છા નહોતો રાખતો, પરંતુ તેની અંદર પ્રેમ જગાડવા માંગતો હતો. મારીયા પાસે બે હવે બે વિકલ્પો રહ્યા – દેહવિક્રયના અંધકારમય રસ્તે જવું કે દેહમિલનની સીમાઓથી પર મનના જ નહીં આત્માઓના મિલન સુધી પહોંચવું. શું મારિયા એ સ્થાને પહોંચી શકશે જ્યાં જાતીય સંબંધ પવિત્ર ગણાય છે ? - આ તમામ ઘટનાની રોચક અને હૃદયને ઝંકૃત કરી નાંખે તેવી વ્યથા ‘ઇલેવન મિનિટ્સ’ પુસ્તકમાં દરેક પાને ટપકાયેલી છે. ‘ધ એલ્કેમીસ્ટ’ પુસ્તકના લેખકની આ નીડર નવલકથા આપણા પૂર્વગ્રહોને પડકારે છે, આપણા મનને જાગૃત અને મુગ્ધ કરે છે.
In Gujarat on orders over 299/-