You are here: Home > Science, Technology & Computer > Science & Technology > Vignan vishva
લેખક : રાહુલ ભોળે
Author : Rahul Bhole
225.00
250.00 10% off
વિજ્ઞાન એ બોરિંગ વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આ પુસ્તક બોરિંગ અને જટિલ લાગતા વિજ્ઞાનને રસપ્રદ અંદાજમાં રજુ કરે છે. વિજ્ઞાનની પાછલી બારીથી અચરજ પમાડતી, રોમાંચ જન્માવતી, રોચક સત્યકથાઓની સાથે સાથે અગાઉ ક્યારેય ન વાંચી હોય તેવી Exclusive માહિતીઓ અહીં મૂકાઈ છે. રોજબરોજની ચીજવસ્તુઓ, ચોકલેટથી લઈને ઓનલાઈન શોપિંગ પાછળ છુપાયેલું વિજ્ઞાન, વેદ-પુરાણોમાં વર્ણવેલા વિજ્ઞાનથી લઈને આસપાસના રંગોનું વિજ્ઞાન, પોપકોર્ન અને સિનેમા વચ્ચેની જુગલબંધીમાં કયું વિજ્ઞાન કામ કરે છે.. ~ આવા અનેક કુતુહલ અને જીજ્ઞાસાઓના ઉત્તર આ પુસ્તકમાં છે. સ્ક્રીનપ્લે રાઇટર અને ફિલ્મ દિગ્દર્શક રાહુલ ભોળેની કલમે લખાયેલી આ વિજ્ઞાન-સત્યકથાઓ Wikipedia કે Google પર પણ ન મળે તેવી દુર્લભ છે અને વિજ્ઞાન મટી, એક થ્રિલીંગ મનોરંજક પટકથા વાંચી રહ્યા હો, તેવી શૈલીમાં રજૂ કરાઈ છે.
In Gujarat on orders over 299/-