You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Parikrama
લેખક : કેપ્ટન નરેન્દ્ર ફણસે
Author : Captain Narendra Phanse
350.00
ગુજરાતીમાં ‘ડાયસ્પોરિક’ એટલે કે વિદેશોમાં જઈ વસેલી ભારતીય પ્રજાનાં જીવન અને ઇતિહાસને કેન્દ્રમાં રાખીને લખાયેલા પુસ્તકો બહુ ઓછાં છે. ગુણવંતરાય આચાર્ય, ‘સુકાની’, ઈલા આરબ મહેતા અને રજનીકુમાર પંડ્યાએ આલેખેલી દેશાવરી કથાઓ અપવાદ ગણી શકાય. ૧૮૫૭નાં બળવાની પૃષ્ઠભૂમિમાં આકાર લેતી આ નવલકથા એ પછીના દાયકાઓમાં સાગરપારનાં દેશોમાં રોમાંચકારી ઘટનાઓમાં ગૂંથાતી આવે છે અને છેવટે ૧૯૮૦ન દાયકાના ભારતમાં વિરમે છે. એક અત્યંત નિરાળો વિષય ધરાવતી આ અનોખી ઐતિહાસિક-ડાયસ્પોરિક નવલકથા ગુજરાતી ભાષાની નોંધપાત્ર કૃતિઓમાં સ્થાન પામે એવી સશક્ત છે. આ પુસ્તકના લેખક કેપ્ટન નરેન્દ્ર ફણસેએ એમની સૈનિક-કારકિર્દીનાં અનુભવોનું એક પુસ્તક ‘જિપ્સીની ડાયરી’ નામે આપેલું અને બહોળી પ્રસંશા પામ્યું હતું.
In Gujarat on orders over 299/-