વિશ્વખ્યાત હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિને પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનમાં હાસ્ય ન હોત તો હું જીવી જ ન શક્યો હોત! અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓ વચ્ચે પણ એ ટકી ગયા એના મૂળમાં છે હાસ્ય! આપણા જીવનમાં આજે માનસિક તાણ અને ડિપ્રેશન જાણે-અજાણે પ્રવેશી ગયાં છે, જેના લીધે આપણે બે ઘડી હળવાં થઈને જીવી પણ નથી શકતા. આપણે એટલાં બધાં કન્ફ્યુઝ થઈ ગયાં છીએ કે આપણને એટલીય ખબર નથી કે આપણે જીવવા માટે આટલું બધું દોડીએ છીએ કે ફક્ત દોડવા માટે આ રીતે જીવીએ છીએ? આ સદીના શ્રેષ્ઠ હાસ્ય કલાકાર તરીકે ઓળખાતા સાંઈરામની કલમનો જાદુ એટલો જોરદાર છે કે દરેક લેખ વાંચતાં તમે એવો અનુભવ કરશો કે સાંઈરામ તમારી સામે જ બેસીને તમને પેટ પકડીને હસાવી રહ્યા છે! મિત્રો, ભગવાન રામ તો તમારા જીવનની નૈયાને પાર કરાવશે જ, પણ રોજબરોજની ચિંતામાંથી તો તમને મુક્ત કરાવશે એક અને એકમાત્ર આ Smileરામ જ!
In Gujarat on orders over 299/-