You are here: Home > History, Culture, Politics & Public Administration > General History & Culture > Aapane Aanjana
લેખક : માસુંગ ચૌધરી દોસ્ત (ડૉ)
Author : Masung Chaudhary Dost (Dr)
150.00
પશ્ચિમ ભારતના આનર્ત, કચ્છ, મારવાડ, મેવાડ અને માળવાના પંચકોણ પ્રદેશમાં વસવાટ કરતા મહાન કુળનું નામ છે – આંજણા. આ પ્રદેશમાં આંજણા સંસ્કૃતિ ધબકી રહી છે. આંજણા એટલે પાટીદાર. આંજણા એટલે પટેલ અને આંજણા એટલે ચૌધરી-પટેલ. આંજણા સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલી વર્ણવતું, જહેમતપૂર્વક તૈયાર કરવામાં આવેલું પુસ્તક. આ પુસ્તકને વિદ્વાનોના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે. લોકસાહિત્યના વિદ્વાન ડૉ. બળવંત જાનીએ ‘આપણે આંજણા’ પુસ્તકને શબ્દ-તિલક કરીને વધાવ્યું છે. ગુજરાતના વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. કેશુભાઈ દેસાઈએ ‘આપણે આંજણા’ પુસ્તક સંદર્ભે કહ્યું છે કે ‘સંપાદક માસુંગ ચૌધરીએ સમાજગંગાનું સાચું તર્પણ કર્યું છે.’ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલે માસુંગ ચૌધરીના પ્રયાસને બિરદાવીને કહ્યું છે કે, ‘આપણે આંજણા’ પુસ્તક સૌએ વાંચવું રહ્યું.
In Gujarat on orders over 299/-