You are here: Home > Women > Women-centric Writings & Literature > Khilati Kaline Vahal
એક નાનકડી દીકરી તેની કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેનાં મન, શરીર અને સંવેદનામાં આમૂલ પરિવર્તનો આવે છે. આ માનસિક અને શારીરિક પરિવર્તનોથી તેનું મન મુંઝવણ અનુભવે છે. દીકરીઓનાં કોમળ મનમાં ઉદ્દભવતા અનેક પ્રશ્નોના ઉત્તરો આપણી રૂઢિચુસ્ત સમાજવ્યવસ્થામાં ભાગ્યે જ મળે છે. આ પુસ્તકમાં એક મા પોતાની દીકરી સાથે વાર્તાલાપ કરે છે અને તેનાં દરેક પ્રશ્નના કાળજીપૂર્વક, હુંફપૂર્વક જવાબ આપીને તેનાં અંતરંગ મનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાતની 5000 દીકરીઓ સાથે થયેલી ચર્ચા, પ્રશ્નોત્તરી, વર્કશોપના પરિપાકરૂપે જહેમતપૂર્વક તૈયાર કરવામાં આવેલું આ પુસ્તક કિશોરીઓ, માબાપો, શિક્ષકો, કન્યાકેળવણીની સંસ્થાઓને ખુબ ઉપયોગી થાય એવું છે.
In Gujarat on orders over 299/-