લેખક : ધીરુબહેન પટેલ
Author : Dhirubahen Patel
405.00
450.00 10% off
લેખિકાએ ૧૯૪૩માં માત્ર સોળ-સત્તર વર્ષની ઉંમરે લખવાની શરુ કરેલી આ હાસ્યપ્રધાન નવલકથા ૧૯૮૩માં પ્રથમવાર પ્રગટ થયેલી! મનને મોજ કરાવે એવી આ હળવીફૂલ કથા તે સમયે ''જન્મભૂમિ પ્રવાસી''માં હપ્તાવાર પ્રસિદ્ધ થઇ હતી અને ઘણી લોકપ્રિય નીવડી હતી.
****
ગોલગપ્પા જેવો ગોળમટોળ અને ખાવાનો શોખીન ગગન અને સોટી જેવી પાતળી જયુ- એટલે કે જ્યોત્સના- મળે એટલે પ્રેમ તો થાય જ ને! એમાં વળી ભળે છે રસોઈના રાજા એવા ગગનના મગન મહારાજ અને ‘કરમ કઠિયારાનાં અને જાત ગરાસિયાની’ એવો ગગનનો મુફલિસ દોસ્ત ચંદુ. ચંદુને ગમે છે માલદાર બાપની દીકરી મંદા. મંદાને પણ ગમે છે ચંદુ. બધાંને પરણવું પણ છે, પણ વચમાં ફાચર મારે છે ગગનના બિહારીલાલકાકા અને જયુનાં પ્રભાવતીફોઈ. એમને મનાવવા મથે છે ગગનનાં સરિતાકાકી અને લક્ષ્મીજીનો પાલવ છોડીને ક્યારેક કલાકાર તો ક્યારેક કવિ બનવાની ગડમથલમાં પડતા જયુના ગોકળદાસફુઆ. આ બેઉ જણાં આપણાં ગગન-જયુને નારાજ જોઈ નથી શકતાં. એટલે પછી મચે છે ધમાચકડી! એમાં છેવટે વડીલોની મરજી ચાલે છે કે પછી ગગન-જયુ પરણી શકે છે? આ પ્રશ્નનો ઉત્તર જાણવા માટે, અને ખાસ તો હાસ્યમાં તરબોળ થવા, આ રમૂજી નવલકથા વાંચવી જ રહી.
In Gujarat on orders over 299/-