You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Tane Jindagi
લેખક : કાજલ ઓઝા વૈદ્ય
Author : Kajal Oza Vaidya
202.00
225.00 10% off
આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. આંખનાં આંસુ, હોઠનું સ્મિત, સ્પર્શની સંવેદના કે મનમાં ચાલતી ઊથલ-પાથલ બનીને ''જિંદગી'' પળેપળ આપણી સાથે, આપણી આસપાસ અને આપણી ભીતર રહે છે તેમ છતાં આપણે ક્યારેય જિંદગી સાથે સંવાદ કરતા નથી. આ પત્રો જિંદગી સાથેનો સંવાદ છે. આમ તો જિંદગીને કેટલુંય કહેવું છે આપણે, હજી સુધી જે નથી કહ્યું તે બધું જ આ પત્રોમાં આલેખાયું છે. સુખ, દુઃખ, પીડા, પશ્ચાત્તાપ, પ્રશ્નો, ક્ષમાયાચના, ઝઘડો, ફરિયાદ અને ફરી ફરી યાદ...
આ પત્રો માત્ર મારી નહીં - આપણા સૌની જિંદગીને કરેલું સંબોધન છે.
- કાજલ ઓઝા વૈદ્ય
In Gujarat on orders over 299/-