You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Youth Favourites > Te Rakhadu Divaso ~ Vagrants in the Valley
લેખક : રસ્કિન બોન્ડ
Author : Ruskin Bond
125.00
ભારતના અત્યંત લોકપ્રિય લેખક રસ્કિન બોન્ડની નવલકથા 'Vagrants in the Valley'નો અનુવાદ. તેમની અનન્ય નવલકથા ‘The Room on the Roof ~ છત પરની ઓરડી’ને આગળ વધારતી કહાણી છે - 'એ રખડુ દિવસો'. નવલકથાનો નાયક રસ્ટી ૧૬ વર્ષનો એંગ્લો-ઇન્ડિયન કિશોર છે, જે દહેરાદૂનમાં પોતાના અંગ્રેજ સંબંધીઓ સાથે રહે છે. સ્વભાવે મનમોજી, રખડુ અને બળવાખોર રસ્ટી પોતાના ઘરેથી ભાગી જાય છે અને તેને માર્ગમાં મળી જાય છે કિશન. બંને મિત્રો અજાણ્યા રસ્તાઓ અને મંજિલો ભણી નીકળી પડે છે. ચાલતા ચાલતા નવા મિત્રો અને નવાં જોખમો પણ મળે છે, જે તેમને જિંદગીની વાસ્તવિકતાઓને સમજવામાં મદદરૂપ થાય છે. અબાલ-વૃદ્ધ, સહુને ગમી જાય તેવું મજાનું પુસ્તક!
In Gujarat on orders over 299/-