You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Ame Be Baheno
૧૯૬૨માં પ્રથમવાર છપાયેલી, પન્નાલાલ પટેલની બે બહેનોના જીવન અને સંબંધોની પૃષ્ઠભૂમિમાં લખાયેલી નારીકેન્દ્રિત નવલકથા. ચારુ અને મલય એકબીજાના પ્રેમમાં હોવા છતાં ચારુનાં લગ્ન મલયના જ મિત્ર હરીશ સાથે થાય છે અને ચારુ નાની બહેન ગિરાનું મલય સાથે ગોઠવાય એવા પ્રયાસો કરે છે. પરંતુ મલયની આધ્યાત્મિકતા તરફ ઢળતી વિચારસરણી ગિરાને એ સમજવા પ્રેરે છે. તો બીજી બાજુ મોટી બહેન ચારુ અને હરીશ એમના લગ્નજીવનના પ્રશ્નો સાથે લડતાં લડતાં પણ ગિરા-મલય માટેના પ્રયત્નો જારી રાખે છે. આ ચારે પાત્રોના એકબીજા સાથેના પેચીદા સંબંધો અને એમાંથી માર્ગ કરતાં કરતાં અંતે ક્યાં પહોંચે છે, કેવી રીતે પહોંચે છે અને કેવાં કેવાં મનોમંથનો બાદ પહોંચે છે એ તો વાંચવું જ રહ્યું. જીવનને ઉંડાણથી જોનારા દરેક પરિણીત યુગલોએ - એમાંય સ્ત્રીઓએ તો ખાસ - આ નવલકથા વાંચવી જોઈએ. ઘણાંને એમાં ક્યાંક ને ક્યાંક તો પોતાનું જીવનેય દેખાશે...
In Gujarat on orders over 299/-