You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Shri Lalita Sahastranam
લેખક : રાજેશ વ્યાસ 'મિસ્કીન'
Author : Rajesh Vyas 'Miskin'
510.00
600.00 15% off
પૌરાણિક શાસ્ત્રોમાંના એક એવા બ્રહ્માંડપુરાણના ઉત્તરાર્ધમાં ‘શ્રી લલિતા-આખ્યાન’ (ललितोपाख्यानम्)ના છેલ્લા અધ્યાયોના કુલ 320 શ્લોકોમાં સ્તોત્ર શિરોમણિ એવું ઉત્તમ શ્રીલલિતાસહસ્રનામ્ સ્તોત્રના કુલ 18212 શ્લોક આવેલા છે, જેમાં શ્રી પરામ્બાના એક હજાર નામ અને હિંદુ ધર્મનાં ઘણાં ગૂઢ આધ્યાત્મિક રહસ્યો સમાયેલાં છે. શ્રીલલિતાસહસ્રનામ્ સ્તોત્રમાં માતાજીના એક હજાર મંત્રો પણ છુપાયેલા છે અને જ્યારે શ્રીલલિતાસહસ્રનામ્ સ્તોત્રમાંથી પસાર થઈએ છીએ ત્યારે શ્લોકોની ક્રમવિશેષતા અને અલગ-અલગ શ્લોકસમૂહ દ્વારા રચાયેલી દિવ્ય સંરચના (Divine Design)નો સમયાંતરે અનુભવ પણ થાય છે. જેમ કે શ્રી પરામ્બાનાં સ્વરૂપ અને અવતારનું નિરૂપણ કરતા શ્લોકસમૂહ બાદ તરત જ માતાજીની ઉપસ્થિતિના સ્થૂળ અને સૂક્ષ્મ સ્થાનનો નિર્દેશ જોવા મળે છે. ત્યાર બાદના શ્લોકો હિંદુ ધર્મના મંત્રશાસ્ત્રોના સૂક્ષ્મ સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે.
In Gujarat on orders over 299/-